રોજ પેપર માં નઝર નાખો અને એકાદ અકસ્માત નો કિસ્સો તો મળીજ જાય. બહુ વિચારવા જેવી વાત છે કે આટલા બધા અકસ્માત થાય છે કેમ? વેલ જવાબ મહદ અંશે આપ ની જોડે જ હોય છે.
તમે વિચારો આપડે રસ્તા પર વાહન લઈને નીકળ્યે છે ત્યારે કાયદા નુંધ્યાન રાખીએ છે ખરા? જવાબ લગભગ ના માં જ આવશે. તાજા તાજા વછેરા જેવા છોકરા અને છોકરીઓ વાહન ચલાવે ત્યારે આમને બાજુ માથી પસાર થવા માં બીક લાઘે તેમ જતા હોય છે.
ઘણા લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય છે, આમાં તો તેઓ તો મરેજ પણ બીજા ને પણ સાથે લઇ જાય. જરૂર કરતા વધારે ઝડપ પણ મોત ને સીધું આમત્રણ છે. બાઈક સવાર ને ૭૦-૮૦ થી ઓછઈ ઝડપ એમના status માં પંચર પાડવા જેવું લાઘે છે.
કોઈ વખત પોલીસ કદાચ પકડે તો કાયદા ને ન્યાય આપવા ને બદલે આપડે પતાવટ કરવાનું વધુ ઉચિત માનીએ છે.
રોજ લગભગ ૪-૫ માણસો અકસમાત માં મોત પામે છે.
થોડુંક ધ્યાન, થોડુંક કાયદા નું પાલન આપણને ઘણો ફાયદો કરી આપશે.
(જોડણી ને ભૂલ માફ કરશો)
No comments:
Post a Comment