Sunday, June 26, 2011

નાગરિક તરીકે આપડે કેટલા સાચા?

નાગરિક એટલે કોણ?

બહુ સાદો જવાબ હોય તો નાગરિક એટલે આપડે બધાજ. આપડે જેટલી હક ને માંગણી કરીએ છે શું એટલે ફરજ પ્રતીયે જવાબદાર છે??

જવાબ લગભગ ના માં આવશે. આપણને ફખત હક માગતાજ આવડે છે. ફરજ ને બાબત આવે તો બધા હાથ ઉંચા કરી દે છે. આ રહ્યા કેટલાક ઉદાહરણો.

૧. સિગ્નલ પાસે જો પોલીસ હોય તોજ આપડે બ્રેક મારવાની, નહિ તો કોના બાપની તાકાત છે કે રોકે.
૨. પાન મસાલો ખાઈ ને રસ્તા પાવન કરવાના.
૩. જાહેર મિલકતો નું ધ્યાન નહિ રાખવાનું. (બસ ની સીટો ફાડવાની, વગરે વગરે ......)
૪. રોંગ સાઈદ માં હોય અને પોલીસ રોકે તો સામે દલીલ કરવાની.

એક દેશ કયારે સારો દેશ બને જયારે તેના નાગરિકો પણ પોતાની ફ્ર્રજો સમજે.
આટલું ઘણુંછે , અને બધા સમજદાર છે.




Monday, June 13, 2011

હેલમેટ ફરજીયાત

આ અઠવાડિયા થી વડોદરા પોલીસે નવી ઝુંબેશ ચાલુ કરી છે. વડોદરા માં હેલ્મેટ ફરજીયાત કરવા માં આવી છે.

ઘણો આવકારદાયક છે આ પ્રયાસ, જો તેનો બરાબર અમલ થાય તો. ઘણી જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણ માં ઉતરી પડ્યા હતા. તેઓ એમ કહેતા હતા કે આની કોઈ જાન કરવા માં આવી નથી. તો ભાઈ પેપર વાંચો.

પોલીસ પણ આનો આડેધડ અમલ કરવા ને બદલે લોકો ને સમજાવી ને કામ લેશે તો સારું થશે.

આશા છે કે આ વખતે આ ઝુંબેશ ૫ વર્ષ પહેલા ને જેમ ફખત પરપોટો ના બની રહે.

Thursday, June 9, 2011

વડોદરા કે ખાડોદરા?

લગભગ છેલ્લા ત્રણ વરસ થી ખોદકામ ચાલે છે. નવા નવા ઓવરબ્રીજ બનવા નું કામ ચાલે છે, ક્યારે સમાપ્ત થશે ભગવાન જાણે.

તદ ઉપરાંત ચારેવ બાજુ રસ્તા પર ખોદકામ તો ચાલુ જ છે. સેવા સદન પોતાના માં મુસ્તાક છે. તાજોજ દાખલો આપું, ઊર્મિ થી મલ્હાર પોઈન્ટ ના રસ્તે નવો રોડ થયો અને ફખત એક જ દિવસ માં તે ખોદી પણ નખાયો. એ લોકો માં વાતચીત નો અભાવ હોય છે.

અલકાપુરી નું ગરનાળું વરસાદ પહેલા જ એનો રંગ દેખાડી દીધો. રાતોરાત ત્યાય નવો ડામર નો કારપેત થઇ ગયો. હવે ભોગવાનું લોકોએ.

Monday, May 23, 2011

રસ્તા પર ના અકસ્માત કોણ જવાબદાર ????

રોજ પેપર માં નઝર નાખો અને એકાદ અકસ્માત નો કિસ્સો તો મળીજ જાય. બહુ વિચારવા જેવી વાત છે કે આટલા બધા અકસ્માત થાય છે કેમ?  વેલ જવાબ મહદ અંશે આપ ની જોડે જ હોય છે.
તમે વિચારો આપડે રસ્તા પર વાહન લઈને નીકળ્યે છે ત્યારે કાયદા નુંધ્યાન રાખીએ છે ખરા? જવાબ લગભગ ના માં જ આવશે. તાજા તાજા વછેરા જેવા છોકરા અને છોકરીઓ વાહન ચલાવે ત્યારે આમને બાજુ માથી પસાર થવા માં બીક લાઘે તેમ જતા હોય છે.
ઘણા લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય છે, આમાં તો તેઓ તો મરેજ પણ બીજા ને પણ સાથે લઇ જાય. જરૂર કરતા વધારે ઝડપ પણ મોત ને સીધું આમત્રણ છે. બાઈક સવાર ને ૭૦-૮૦ થી ઓછઈ ઝડપ એમના status માં પંચર પાડવા જેવું લાઘે છે.  
કોઈ વખત પોલીસ કદાચ પકડે તો કાયદા ને ન્યાય આપવા ને બદલે આપડે પતાવટ કરવાનું વધુ ઉચિત માનીએ છે.
રોજ લગભગ ૪-૫ માણસો અકસમાત માં મોત પામે છે.
થોડુંક ધ્યાન, થોડુંક કાયદા નું પાલન આપણને ઘણો ફાયદો કરી આપશે.
(જોડણી ને ભૂલ માફ કરશો)

Tuesday, May 17, 2011

અગાશી માં સુવાની મઝા

મે મહિનો આવ્યો અને ગરમી નો પારો વધવા મંડયો. આવા સમયે લોકો ને પંખો તથા એ.સી. યાદ આવે. દિવસ તો જેમ તેમ કાઢી નાખે પણ રાતે શું કરવું ?

સરળ ઉપાય,અગાશી માં સુવા જતા રહો. આની પણ એક મઝા હોય છે. તમે અગાશી ફખત બે કારણો સર વાપરી સકો, ઉતરાયણ માં અને ઉનાળા માં સુવા માટે.

સરસ મઝા ની રાત જામી હોય, ઉપર ચાંદો અને તારા ઝગમતા હોય તો નિંદ્રા ની મઝા જ કોઈ જુદી હોય છે.

તોઅગાસી માં લંબાવો તમ તમારે .

Monday, May 9, 2011

બાળપણ ખોવાયું છે.

ચાલો સ્કૂલ માં વેકેશન પડી ગયું.

હાલ માં બાળકો ને મઝા છે. પણ મારે વાત કરવાની છે શું આ વેકેશન તેઓને  ખરેખર આનંદ આપે છે ?

મને યાદ છે કે અમે વેકેશન માં દાદા ને ઘરે ઉમરેઠ જતા હતા. આહા શું દિવસો હતા તે!. લગભગ મારા બધા પીતરાઈઓ આવતા હતા. આખો દિવસ બસ ધમાલ અને મસ્તી સિવાય કઈ કરવાનું નહિ.
સાંજે ફરવા જવાનું અને પછી જમીને પત્તા રમવાના. વેકેશન પૂરું થઇ જાય અને ખબર પણ ના પડે.

આજના બાળકો ને વેકેશન પડે અને વિડિઓ ગેમ અને કમ્પ્યુટર યાદ આવે. તેઓ થપ્પો, લંગડી, જેવી રમતો નથી રમતા. તદ ઉપરાંત T.V. ની સામે થી ખસવાનું નહિ. આ વસ્તુઓ તેમનો વિકાસ રૂંધે છે.

હવે લોકો પહેલા ની જેમ એક બીજા ની ઘરે પણ જતા નથી. તેમના બાળકો એક બીજા ને ઓળખાતા નથી અને આત્મીયતા બંધાતી નથી.  બધા ફરવા ઉપડી જાય છે. મામા, ફોઈ , માસી ની ઘરે રેહવા જવાનું પણ એક અલગ ઉન્માદ હોતો.

ખેર લોકો સમજે તો સારું નહિ તો હરી હરી.

Thursday, May 5, 2011

Why they are always in Hurry?

Laden Dead!

All News chanel has broadcast the news, after Laden shot dead in Dron attacket from America.

There it comes the big blunder from the news chanels. Have a look at the IBN7 news and decide what they are boradcasting.


No more saying on this.