Monday, May 9, 2011

બાળપણ ખોવાયું છે.

ચાલો સ્કૂલ માં વેકેશન પડી ગયું.

હાલ માં બાળકો ને મઝા છે. પણ મારે વાત કરવાની છે શું આ વેકેશન તેઓને  ખરેખર આનંદ આપે છે ?

મને યાદ છે કે અમે વેકેશન માં દાદા ને ઘરે ઉમરેઠ જતા હતા. આહા શું દિવસો હતા તે!. લગભગ મારા બધા પીતરાઈઓ આવતા હતા. આખો દિવસ બસ ધમાલ અને મસ્તી સિવાય કઈ કરવાનું નહિ.
સાંજે ફરવા જવાનું અને પછી જમીને પત્તા રમવાના. વેકેશન પૂરું થઇ જાય અને ખબર પણ ના પડે.

આજના બાળકો ને વેકેશન પડે અને વિડિઓ ગેમ અને કમ્પ્યુટર યાદ આવે. તેઓ થપ્પો, લંગડી, જેવી રમતો નથી રમતા. તદ ઉપરાંત T.V. ની સામે થી ખસવાનું નહિ. આ વસ્તુઓ તેમનો વિકાસ રૂંધે છે.

હવે લોકો પહેલા ની જેમ એક બીજા ની ઘરે પણ જતા નથી. તેમના બાળકો એક બીજા ને ઓળખાતા નથી અને આત્મીયતા બંધાતી નથી.  બધા ફરવા ઉપડી જાય છે. મામા, ફોઈ , માસી ની ઘરે રેહવા જવાનું પણ એક અલગ ઉન્માદ હોતો.

ખેર લોકો સમજે તો સારું નહિ તો હરી હરી.

No comments:

Post a Comment