Sunday, June 26, 2011

નાગરિક તરીકે આપડે કેટલા સાચા?

નાગરિક એટલે કોણ?

બહુ સાદો જવાબ હોય તો નાગરિક એટલે આપડે બધાજ. આપડે જેટલી હક ને માંગણી કરીએ છે શું એટલે ફરજ પ્રતીયે જવાબદાર છે??

જવાબ લગભગ ના માં આવશે. આપણને ફખત હક માગતાજ આવડે છે. ફરજ ને બાબત આવે તો બધા હાથ ઉંચા કરી દે છે. આ રહ્યા કેટલાક ઉદાહરણો.

૧. સિગ્નલ પાસે જો પોલીસ હોય તોજ આપડે બ્રેક મારવાની, નહિ તો કોના બાપની તાકાત છે કે રોકે.
૨. પાન મસાલો ખાઈ ને રસ્તા પાવન કરવાના.
૩. જાહેર મિલકતો નું ધ્યાન નહિ રાખવાનું. (બસ ની સીટો ફાડવાની, વગરે વગરે ......)
૪. રોંગ સાઈદ માં હોય અને પોલીસ રોકે તો સામે દલીલ કરવાની.

એક દેશ કયારે સારો દેશ બને જયારે તેના નાગરિકો પણ પોતાની ફ્ર્રજો સમજે.
આટલું ઘણુંછે , અને બધા સમજદાર છે.




Monday, June 13, 2011

હેલમેટ ફરજીયાત

આ અઠવાડિયા થી વડોદરા પોલીસે નવી ઝુંબેશ ચાલુ કરી છે. વડોદરા માં હેલ્મેટ ફરજીયાત કરવા માં આવી છે.

ઘણો આવકારદાયક છે આ પ્રયાસ, જો તેનો બરાબર અમલ થાય તો. ઘણી જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણ માં ઉતરી પડ્યા હતા. તેઓ એમ કહેતા હતા કે આની કોઈ જાન કરવા માં આવી નથી. તો ભાઈ પેપર વાંચો.

પોલીસ પણ આનો આડેધડ અમલ કરવા ને બદલે લોકો ને સમજાવી ને કામ લેશે તો સારું થશે.

આશા છે કે આ વખતે આ ઝુંબેશ ૫ વર્ષ પહેલા ને જેમ ફખત પરપોટો ના બની રહે.

Thursday, June 9, 2011

વડોદરા કે ખાડોદરા?

લગભગ છેલ્લા ત્રણ વરસ થી ખોદકામ ચાલે છે. નવા નવા ઓવરબ્રીજ બનવા નું કામ ચાલે છે, ક્યારે સમાપ્ત થશે ભગવાન જાણે.

તદ ઉપરાંત ચારેવ બાજુ રસ્તા પર ખોદકામ તો ચાલુ જ છે. સેવા સદન પોતાના માં મુસ્તાક છે. તાજોજ દાખલો આપું, ઊર્મિ થી મલ્હાર પોઈન્ટ ના રસ્તે નવો રોડ થયો અને ફખત એક જ દિવસ માં તે ખોદી પણ નખાયો. એ લોકો માં વાતચીત નો અભાવ હોય છે.

અલકાપુરી નું ગરનાળું વરસાદ પહેલા જ એનો રંગ દેખાડી દીધો. રાતોરાત ત્યાય નવો ડામર નો કારપેત થઇ ગયો. હવે ભોગવાનું લોકોએ.