Tuesday, April 19, 2011

Hanuman Jayanti

આજે તા ૧૮-૦૪-૨૦૧૧ ના રોજ હનુમાન જયંતી છે ત્યારે આ લખવા બેઠો છું. મને એમ લાગે છે કે નવી પેઢી આપદા ઉત્સવો ખુબજ સારી રીતે મનાવે છે.

મને યાદ નથી કે જયારે હું નાનો હતો એ વખતે આટલું બધું મહત્વ આ નાના તેહવાર નું હોય. એ વખતે તો ફખત મંદિર માં આરતી કરવાની તથા પરસાદ લઇ ને છુટા પડવાનું.

આરોજ અમારી પોલ માં છોકરાઓ એ કથા નું આયોજન કર્યું હતું . કથા માં મને તથા નીલમ ને બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

કથા બાદ પોલ ના યુવક મંડળ દ્વારા ભજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જોઇને લાગે છે કે આપડી સંસ્કૃતિ આટલી જલ્દી નાશ પામવાની નથી.

જયશ્રી કૃષ્ણ
મેઘલ

No comments:

Post a Comment